Friday, November 9, 2007 by Neo
કાલની યાદગાર રાતે મારા એકલવાયાપણાનો અંત આવી ગયો જ્યારે મેં શ્વેતાનું ‘ટોકિયો પ્રિન્સ હોટલ’ના આંગણમાં ભાવભીનુ સ્વાગત કર્યુ. મેં એનો હસ્તો ચહેરો લગભગ દોઢ મહિના પછી જોયો. એના મુખ પર એ જ અદભુત સ્મિત હતુ જેણે મને સાત વર્ષ પહેલા મોહિત કર્યો હતો. અમે એની બે બૅગો બસવાળા પાસેથી લીધી અને ટેક્ષી ભણી ચાલ્યા. બૅગો ટેક્ષીની ડૅકીમાં મૂકી અમે પાછળની સીટમાં ગોઠવાયા. હું ઘણો ઉત્ત્સુક હતો એની પ્રથમ આંતરરાષ્ટ્રીય યાત્રા વિષે જણવા માટે. અને એ મને એના રસપ્રદ અનુભવો બતાવી રહી હતી. ખરું કહું તો અમે બંને એક-મેકમાં તલ્લીન થઇ ગયા હતા. આખરે દોઢ મહિનાનાં વનવાસ પછી મલી રહ્યા હતા.
જોત-જોતામાં અમે ઘરે પંહોચી ગયા. શ્વેતા અજરજ પામી ગઇ જે રીતે મારા નાના ઘરમાં બધી ભૌતિક સુવિધાઓ ગોઠવાયેલી હતી. ઘડિયાળમાં આઠ વાગી રહ્યા હતા. હું એને નાહ્વા જવાનો આદેશ આપી રસોડા તરફ ગયો. આજે હું રસોઇ બનાવાનો હતો. મારી જીંદગીમાં પહેલીવાર હું શ્વેતા માટે, અને એમ જોવા જાવ તો મારા સિવાય બીજા કોઇ માટે, પ્રથમવાર રસોઇ બનાવી રહ્યો હતો. શ્વેતાએ એના કપડા લેવા માટે બૅગ ખોલી અને ખબર પડી કે એની બૅગ બદલઇ ગયી છે. એ ભૂલથી બીજા કોઇની એકસરખી દેખાતી બૅગ લઇ આવી છે!
હવે શું કરવું? એની બૅગ ક્યાં હશે? શું એ માણસ કે જેની બૅગ શ્વેતા ભૂલથી લઇ આવી છે એ શ્વેતાની બૅગ લઇ ગયો હશે? આ બધા સવાલોની વચ્ચે આનંદમય વાતાવરણ થોડુ ચિંતિત બની ગયુ. અને અમે બંને ઇનટરનેટ પર નરિતા એરપોર્ટની માહિતિ શોધવા લાગ્યા. એક-બે ફોન નંબર મલ્યા પણ ત્યાં રેકોર્ડેડ મેસેજીસ હતા. એ ઓફિસો બંધ થઇ ગયી લાગતી હતી. પછી અમે કસ્ટમર સેંટરને ઇ-મૈલ લખી અમારે કામે વળગ્યા. ના-હકની ચિંતા કરવાનો કશો અર્થ ન હતો. મેં શ્વેતાને આશ્વાસન આપ્યું કે કાલ સુધીમાં એની બૅગ મલી જશે.
પછી અમે નિરાંતે જમી વાતો કરતાં-કરતાં સુઇ ગયા. હા! કદાચ બંનેને ચિંતા હતી કે કાલે બૅગ મલશે કે નહીં? આજે સવારે જ્યારે હું ઓફિસ આવી રહ્યો હતો ત્યારે ફોન આવ્યો કે એની બૅગ સહી-સલામત એરપોર્ટ પર છે. અમે ત્યાં આવી અમારી પાસે છે એ બૅગ પરત કરી અમારી બૅગ લઇ જઇ શકીએ છીએ!
Posted in અનોખા અનુભવો, જાપાન | 1 Comment »
Thursday, November 8, 2007 by Neo
ઘણા દિવસોથી લખવાનું વિચારી રહ્યો હતો પણ સમય જ ન હતો. છેલ્લા દોઢ મહિનાથી હું ટોકિયો, જાપાનમા છું. આ ત્રીજી વાર હું અહીં આવ્યો છું. અને છેલ્લા છ મહિનામાં બીજી વાર! જીંદગી એકંદરે અહીં મજાની છે. ફકત ભાષાની તકલીફ છે. બહુ ગણ્યા-ગાંઠ્યા લોકોને જ અંગ્રેજી આવડે છે.
આજનો દિવસ યાદગાર બની જશે જ્યારે શ્વેતા પહેલીવાર ટોકિયોમાં પગ મુકશે. ટોકિયોમાં પહેલીવાર નહીં, ભારતની બહાર પહેલીવાર. બસ હવે એક કલાક બાકી છે એના એરોપ્લેનને ઉતરવામાં અને લગભગ ત્રણ કલાક અમારા મિલનમાં. હું એરપોર્ટ જવાનું વિચારી રહ્યો હતો પણ શ્વેતા એની જાતે એકલી એરપોર્ટથી ઘરે આવા માંગતી હતી. એરપોર્ટ શહેરથી ઘણું દૂર છે. એ ત્યાંથી બસ લઇને નજીકની હોટલ સુધી આવી જશે અને હું ત્યાંથી એને ઘરે લઇ આવીશ.
અરે! આ ઘડિયાળ કેમ ધીરુ ચાલે છે આજે!
Posted in જાપાન, વિદેશ | Leave a Comment »
Friday, September 21, 2007 by Neo
મને ગમતી ઘણી પંક્તિઓ માંની એક…
હર શ્વાસમાં તારી યાદ મૂકું છું,
મારાથી વધુ વિશ્વાસ તારામાં મૂકું છું,
સાચવજે મારા આ વિશ્વાસને જતનથી,
મારા શ્વાસને તારા વિશ્વાસમાં મૂકું છું.
Posted in કવિતા | Leave a Comment »
Thursday, August 30, 2007 by Neo
૨૯ ઓગસ્ટ, ૨૦૦૭ – મારી કારકીર્દિમાં એક યાદગાર દિવસ બની ગયો. કાલે બપોરે લંચ માટે જવાનો હતો એની પાંચ મિનિટ પહેલા મૈલ-બોક્ષમાં મૈલ આવ્યો. મૈલનો વિષય હતો – “welcome to the ‘Applied Innovation’ Brand Ambassadors team”. મારા માન્યામાં નોં’તુ આવતુ કે હું ‘એપ્લાઇડ ઇનોવેશન’ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ચુંટાયો હતો.
મારી કંપનીએ દરેક કર્મચારીને ‘ઇનોવેશન’ની મહત્તા સમજાય અને એના વ્યવ્હારિક પ્રયોગથી કંપનીના ગ્રાહકોને કેવી રીતે ફાયદો થઈ શકે એ સમજાવા, વિશ્વવ્યાપી લહેર ચાલુ કરી છે. આ ચળવળને એમણે ‘એપ્લાઇડ ઇનોવેશન’ એવુ નામ આપ્યુ છે. ત્રણ-ચાર અઢવાડિયા પહેલા તેમણે આ માટે નૉમિનેશન મંગાવ્યા હતા. હું ઘણા સમયથી ઇનોવેશન સાથે વિવિધ રીતે સંકળાયેલો રહ્ય છુ, એ વિચારે મેં પણ મારી અરજી કરી હતી.
પણ ખરૂ કહુ તો મારા ચુંટાવાની તક ઘણી ઓછી હતી. એમ પણ મૈલમાં લખેલુ છે કે તેઓને તેમની આશા કરતા ઘણી વધારે અરજીઓ મળી હતી. ઘણી કડક અને પધ્ધતિસરની પ્રક્રિયા બાદ તેમણે કુલ અરજીઓના ત્રીજા ભાગના લોકોને પસંદ કર્યા છે. આ મારા માટે ઘણા ગર્વની વાત છે. મારી કારકીર્દિના મુગટમાં એક કલગી વધુ!
Posted in મારી કારકીર્દિ | Leave a Comment »
Thursday, August 23, 2007 by Neo
આ વખતે સ્વાતંત્ર દિવસની ઉજવણી ફિક્કી રહી. મારા નવા એપાર્ટમેન્ટમાં રહેવાશીઓએ ઘણી સરસ તૈયારીઓ કરી હતી. પણ અમે લોકો ગોવા ફરવા ગયા હતા એટલે એમાં ભાગ ન લઇ શક્યા.
એ બાબત કરતા મને વધારે અફસોસ એ વાતનો છે કે સ્વાતંત્ર દિવસે ભારતનો ત્રિરંગો લહેરાવાને બદલે બેંગલોરવાશીઓ કર્ણાટક રાજ્યનો ઝંડો ફરકાવે છે. આજથી ચાર વર્ષ પહેલા જ્યારે મેં કર્ણાટક રાજ્યનો ધ્વજ પહેલી વાર જોયો હતો ત્યારે હું ઘણો વિસમય પામ્યો હતો. મગજમાં પહેલો જ તર્ક થયો – શું ભારતમાં કોઇ રાજ્યનો પોતાનો ધ્વજ હોઇ શકે? અને જો હોય તો એ ભારતની અખંડતા અને એકતા પર મોટો સવાલ ઉભો કરે છે?
આ વિષય પર થોડી સર્ચ કરતા માલુમ પડ્યુ કે કાયદાની ભાષામાં ભારતના કોઈ રાજ્યને પોતાનો ઝંડો ના હોઈ શકે, સિવાય જમ્મુ-કશ્મીર. પણ અજરજની વાત તો એ છે કે કર્ણાટક જ નહી બીજા ઘણા રાજ્યો – મણિપુર, મિઝોરમ, આંધ્ર-પ્રદેશને પોતાનો વાવટો છે! હા પણ, ગુજરાતનુ નામ નથી એ લીસ્ટમાં?!
મને ખબર નથી કે બીજા રાજ્યોમાં લોકોને એમના રાજ્ય-ધ્વજ માટે કેટલું ગાંડપણ છે? પણ હું ખાતરીપૂર્વક કહી શકુ છુ કે કર્ણાટક જેટલુ તો નહી જ હોય. અને એમાં પણ ખાસ કરીને બેંગલોરમાં જે તમાશો થાય છે તે જોવા જેવો હોય છે.
૧ નવેમ્બર, કર્ણાટક રાજ્યોત્ત્સવ, આ દિવસે જ્યાં જુઓ ત્યાં પીળો-લાલ વાવટો દેખાય બેંગલોરમાં. ઊંચી ઈમારતો પર, રિક્ષાઓ પર, ઘણા ખાનગી વાહનો પર બધે જ એ લહેરાતો દેખાય. હદ તો એ છે કે ઘણી સોફ્ટવેર કંપનીઓ ને પણ એમના પ્રાંગણમાં એ ઝંડો રાખવો પડે છે! જો આના આ હાલ રહ્યા તો મારી આવનારી પેઢી કહેશે કે ભારતના ધ્વજમાં બે રંગ છે – પીળો અને લાલ.
Posted in દેશભક્તિ, માંરુ ચિંતન | Leave a Comment »
Tuesday, August 14, 2007 by Neo
મારી મમ્મીના કહેવા પ્રમાણે હું ભારે આળસુ છુ. પણ મારુ માનો તો હું આળસુ બિલકુલ નથી (જો કે દરેક માણસ એવુ જ માનતો હોય છે). મારા મંતવ્ય પ્રમાણે કોઇ માણસ આળસુ નથી.
તમે એ તો માનશો કે દરેક માણસ માટે દરેક કામની મહત્ત્વતા અલગ-અલગ હોય છે. મને જે કામ અત્યંત મહત્તવનુ લાગે તે તમારા માટે એટલુ મહત્ત્વનુ ના પણ હોય. ઘણી વાર એવુ પણ બને કે તમને એ કામ કરવામાં બિલકુલ રસ ના હોય. હવે આવુ કોઇ કામ તમને કરવાનુ કહેવામાં આવે તો તમે શું કરો? આંખ આડા કાન કરો ને? શક્ય થાય ત્યાં સુધી એ કામ ટાળવાની કોશિષ કરો. શું તમે પોતાને આળસુ કહેશો?
મારી જોડે આવુ જ બને છે! થોડાક મહિનાઓ પહેલા અમે નવા ઘરમાં રહેવા આવ્યા છીએ. હવે નવુ ઘર હોય અને પોતાની માલિકીનુ હોય તો સ્વભાવિક રીતે એને સજાવાની હોંશ બધામાં હોય. મારામાં પણ છે, કદાચ થોડી ઓછી! એટલે હું ઘર-સજાવટ માટે કોઇ ખરીદી કરવાની હોય તો ટાળુ છુ. મને એમ થાય કે એવી ખરીદીમાં મારું શું કામ? એના કરતા તો હું ઘરે રહીને કોઇ પુસ્તક ના વાંચુ? કોઇ પ્રોગ્રામિંગ લેન્ગવેજ ના શીખુ? એવા વિચારે હું એમની સાથે જાઉં નહી તો મને ‘આળસુ‘ની પદવી અપાય છે.
હવે તમે જ આ વાત નો ન્યાય કરો. શું હું આળસુ કહેવાઉ? શું કોઇ માણસ આળસુ હોઇ શકે છે?
Posted in અનોખા વિચારો, આળસુ | Leave a Comment »
Saturday, July 28, 2007 by Neo
એક કવિતા લખવી છે, પણ શબ્દ નથી મલતા
એમા તારા રુપને વર્ણવુ છે, પણ શબ્દ નથી મલતા
આપડા પ્રેમનો કિસ્સો લખવો છે, પણ શબ્દ નથી મલતા
આપડા સાથને અમર કરવો છે, પણ શબ્દ નથી મલતા
લાગે છે ‘નિરવ’નો શબ્દ-ભંડોળ ઓછો છે,
તને મલ્યા બાદ ફક્ત’આઇ લવ યુ’ લખે છે
Posted in કવિતા, મારી રચનાઓ | 1 Comment »