મિત્રતા

ફેસબુક પર ૩૩૩ મિત્રોનું લીસ્ટ જોતા મગજમાં વિચાર આવ્યો કે આમાંના કેટલા સાચ્ચા મિત્રો અને કેટલા તાળી મિત્રો? પેલી કહેવત યાદ છે: “તાળી મિત્રો સો મળે, શેરી મિત્રો અનેક; સુખ-દુ:ખમાં સાથે રહે તે હજારોમાં એક”.

સમયની સાથે મિત્રતાની પરિભાષા બદલાઈ જાય છે. સ્કૂલ-કૉલેજ દરમિયાન દોસ્તીમાં એક પોતીકાપણું હોય છે. એક-બીજા માટે નિસ્વાર્થ પ્રેમ હોય છે. કદાચ એ એટલા માટે હોય છે કે આપણે હજુ દુનિયાદારીથી વાકેફ નથી થયા હોતા. મારા અને તારા વચ્ચેનો ભેદ હોય છે જરૂર પણ એ રમકડા સુધી જ સીમિત હોય છે. અહમ્ શું છે એ ખબર નથી હોતી. બધા મિત્રોને નહીં પણ પોતાના ખાસ મિત્રોને બહુજ અંગત વાત કહેવામાં કોઈ પ્રકારની શરમ નથી હોતી.

શાહબુદ્દીન રાઠોડે મિત્રતાની સાચી વ્યાખ્યા કરી છે – “જેને તમે તમારી અંગતમાં અંગત વાત નિખાલસ પણે કહી શકો એ તમારો સાચ્ચો મિત્ર”. આ વ્યાખ્યાને પરિપૂર્ણ કરે તેવા તમારાં ફેસબુક મિત્રો કેટલાં?

Categories: મારા વિચારો | Tags: , , , | Leave a comment

Post navigation

આપનો અભિપ્રાય

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com. Theme: Adventure Journal by Contexture International.

Follow

Get every new post delivered to your Inbox.